Surprise Me!

અમિતાભ બચ્ચનનો રેર વીડિયો સામે આવ્યો, બે મહિના દવાખાનામાં રહ્યા બાદ ઘરે પરત ફર્યા હતા

2019-09-27 3,942 Dailymotion

ભારત સરકારે સદીના શહેનશાહ અમિતાભ બચ્ચનને 24 સપ્ટેમ્બરે ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવો દાદા સાહેબ ફાળકે આપવાની જાહેરાત કરી હતી બરાબર 37 વર્ષ પહેલાં આ જ તારીખે ફિલ્મ કૂલીના સેટ પર થયેલા જીવલેણ અકસ્માતના કારણે તેઓ બે મહિના દવાખાનામાં રહ્યાબાદ ઘરે પરત ફર્યા હતા બિગ બીની આ ઘરવાપસીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે <br /> <br />વીડિયોમાં જોઈ શકાય છે કે ગાડીમાંથી ઉતરીને તરત જ અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચન અને મા તેજી બચ્ચનના પગે લાગીને તેમના આશીર્વાદ લે છે દરવાજા આગળ તેમની આરતી પણ ઉતારવામાં આવી હતી અમિતાભ બચ્ચન તેમના ઘરવાપસીના આ રેર કહી શકાય તેવા વીડિયોમાં તારીખનો પણ ઉલ્લેખ કરીને કહે છે કે, ‘આજે 24 સપ્ટેમ્બર છે આના બે મહિના પહેલાં હું ગંભીર રીતે ઘાયલ થયો હતો આજે હું તમારી સામે બેઠો છું તેનો સંપૂર્ણ શ્રેય ડોક્ટર્સને જાય છે’ <br />તમને એ પણ જણાવી દઈએ કે તેઓ જૂલાઈ 1982માં બેંગલૂરૂ ખાતે કૂલી ફિલ્મના ફાઈટ સીનમાં અકસ્માતનો ભોગ બન્યા હતા સાથી અભિનેતા પૂનિત ઈસ્સારનો મુક્કો તેમના ચહેરા પર વાગ્યા બાદ તેઓને સ્ક્રિપ્ટની ડિમાન્ડ મુજબ ટેબલ પર પડવાનું હતું જ્યાં તેઓ ટેબલ પર પટકાતાં તેમના પેટમાં ગંભીર ઈજા થઈ હતી

Buy Now on CodeCanyon